Connect Gujarat
વડોદરા 

વડોદરા : ચોમાસાના પ્રારંભ સાથે સિંધરોટ પાણી પ્રોજેક્ટ પણ હવે કાર્યરત થશે, 300 એમએલડીનો પ્રોજેક્ટ તૈયાર

વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં પીવાના પાણીની સમસ્યાના નિવારણને લઈને સિંધરોટ પાણી પ્રોજેક્ટનું આયોજન હાથ ધર્યું હતું.

X

વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં પીવાના પાણીની સમસ્યાના નિવારણને લઈને સિંધરોટ પાણી પ્રોજેક્ટનું આયોજન હાથ ધર્યું હતું. પાંચ વર્ષ બાદ હવે પ્રોજેક્ટ પૂર્ણ થતા અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા પ્રોજેક્ટનો ટ્રાયલ રન કરવામાં આવ્યો..

વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં પીવાના પાણીની ઘટ દૂર કરવા સિંધરોટ પાણી પ્રોજેક્ટનું આયોજન હાથ ધર્યું હતું. પાંચ વર્ષ બાદ હવે પ્રોજેક્ટ પૂર્ણ થતા આજે ધારાસભ્ય, મ્યુનિસિપલ કમિશનર, મેયર સહિતના અધિકારીઓ પદાધિકારીઓએ પ્રોજેક્ટનો ટ્રાયલ રન તેમજ નિરીક્ષણ કરી નગરજનોને પાણીના કકળાટમાંથી મુક્તિ મળશે.આ પ્રોજેક્ટની કોસ્ટ 174 કરોડ છે અને અત્યારસુધી 137 કરોડનો ખર્ચો થઈ ચૂકયો છે. પાણી સમિતિ ચેરમેન મનીષ પગારે જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કે 100 એમએલડી પાણીનો જથ્થો ઉપાડવા માટે રાજ્ય સરકાર દ્વારા સિદ્ધાંતિક પરવાનગી આપવામાં આવી છે. આ પ્લાન્ટમાંપંપીંગ મશીનરી ક્ષમતા 100 એમેએલડી છે. જ્યારે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા 150 એમએલડી છે. અને પાઈપલાઈન નેટવર્કની ક્ષમતા 300 એમ એલડીની છે. આ પ્રોજેક્ટ કાર્યરત થતાં નાગરિકોને પૂરતા જથ્થામાં તેમજ પ્રેશર સાથે પાણી મળી રહેશે.

પ્રથમ તબક્કે હાલમાં 100 એમએલડી પાણીનો જથ્થો મેળવવાની પરવાનગી મળતા 50 એમએલડી પાણી વિતરણ કરાશે. જેનો અંદાજે પાંચ લાખ જેટલી વસ્તીને સીધો લાભ થશે. પ્રોજેક્ટના ટ્રાયલ રન માટે ધારાસભ્ય યોગેશ પટેલ , મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ, મેયર કેયુર રોકડિયા, પાણી સમિતિ ચેરમેન મનીષ પગાર, પાણી પુરવઠા અધિકારી અમૃત મકવાણા સહિતના અધિકારીઓ પદાધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં રેપિડ ગ્રેવિટી સેન્ડ ફિલ્ટર હાઉસ ખાતે પ્રોજેક્ટનું નિરિક્ષણ કર્યું હતું. આ દરમિયાન ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, માંજલપુર વિસ્તારમાં વર્ષોથી માત્ર 65 એમએલડી પાણી મળે છે. જે અપૂરતું હોવા છતાં સ્થાનિક લોકો સહકાર આપતા ધન્યવાદને પાત્ર છે.

આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલે જણાવ્યું હતું કે, પ્લાન્ટ કાર્યરત થતા તેનો ફાયદો સમગ્ર શહેરને થશે. કારણકે શહેરના ઘણા વિસ્તારોમાં પાણીનું લો પ્રેસર તથા પૂરતા પ્રમાણમાં પાણી મળતું ન હોવાની ફરિયાદો છે. આ પ્લાન્ટ કાર્યરત થવાથી ખૂબ મોટો ફાયદો નગરજનોને થશે.

Next Story