/connect-gujarat/media/post_banners/f858ec1d09cc0803a38e53d5e823334fc1f95708ed7256b5be1861f27b41449c.jpg)
વડોદરાની જરૂરિયાતમંદ આશા વર્કર તેમજ આશા ફેસીલીટેર બહેનોને બે માસથી મામૂલી ઈન્સેન્ટિવ ચૂકવવામાં પણ તંત્ર દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવતા આશા વર્કર મહિલાઓએ આજથી ફરી આંદોલનના મંડાણ કર્યા છે.
વડોદરા જિલ્લાની તમામ આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનોને છેલ્લા બે માસથી ઈન્સેન્ટિવ ચૂકવવામાં આવ્યું નથી. તેમજ 3 મહિનાથી 50%નો વધારો પણ ચૂકવવામાં તંત્ર ઠાગાઠૈયા કરી રહ્યું છે. એટલું જ નહીં પણ કેટલાય સમયથી ટીબીની કામગીરી તેમજ 2020ની જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચુંટણીની બુથ પર સોંપાયેલી કામગીરીનું મહેનતાણું પણ ચૂકવ્યું નથી.
ત્યારે આ કારમી મોંઘવારીમાં ઘર ચલાવવું ખૂબજ મુશ્કેલ પડી રહ્યું છે. જેથી જિલ્લા કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં આશા વર્કર તેમજ આશા ફેસીલીટેટર બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડી હતી અને જો આવનાર સમયમાં ગુજરાત સરકાર દ્વારા આ તમામ આશા વર્કર તેમજ આશા ફેસીલીટેટર બહેનોને શોષણથી મુક્ત કરી એમનો બંધારણીય અધિકાર લઘુતમ વેતન આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.