Connect Gujarat
વડોદરા 

વડોદરા : MSU ખાતે "લિવિંગ અ ડાર્ક નાઈટ" શીર્ષક હેઠળ વર્કશોપ યોજાયો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

વડોદરા શહેરની MSU ખાતે “લિવિંગ અ ડાર્ક નાઈટ” શીર્ષક હેઠળ એક્ઝિબિશન અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

વડોદરા શહેરની MSU ખાતે "લિવિંગ અ ડાર્ક નાઈટ" શીર્ષક હેઠળ એક્ઝિબિશન અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં લોકોએ અનુભવેલી કોરોનાની ભયાનકતાને ગ્રાફિક આર્ટ્સ રિલીફ પ્રિન્ટિંગના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી.

વડોદરાની MSUની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના એક્ઝિબિશન હૉલ ખાતે "લિવિંગ ડાર્ક નાઈટ" શીર્ષક હેઠળ એક્ઝિબિશન અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ-વિદેશના કલાકારોએ કોરોનાની બીજી લહેરમાં અનુભવેલી પરિસ્થિતિઓનો ચિતાર ગ્રાફિક આર્ટ્સ રિલિફ પ્રિન્ટિંગના માધ્યમથી રજુ કર્યો હતો. આ વર્કશોપમાં 108 જેટલાં આર્ટવર્ક એક્ઝિબિટ કરવામાં આવ્યા હતા. જે વિશે ગ્રાફિક આર્ટ્સ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસરે જણાવ્યુ હતું કે, શહેરમાં છેલ્લાં 25 વર્ષથી આર્ટક્ષેત્રે કામ કરતાં છાપ ફાઉન્ડેશન હરિયાણા-ગુડગાંવના કલા ચૌપાલ ટ્રસ્ટ દ્વારા વર્કશોપનું આયોજન કરાયું હતું. વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓને બુક મેકિંગ શીખવવામાં આવશે. આ વર્કશોપમાં દેશના વિવિધ રાજ્યો પૈકી ફાઈન આર્ટ્સના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Next Story