કોરોનાની મહામારીના કારણે આવેલું લોકડાઉન અનેક લોકોના જીવનમાં પરિવર્તન લાવી ચુકયું છે. લોકડાઉનમાં બધા લોકો પોતાના ઘરોમાં કેદ હતાં ત્યારે પાર્કિંગમાં નેટ બનાવી ક્રિકેટની પ્રેકટીસ કરનારી વડોદરાની યાસ્તિકા ભાટીયા હવે ન્યુઝીલેન્ડમાં વર્લ્ડકપ રમશે...
જાહેરાત કરી હતી જેમાં વડોદરાની યાસ્તિકા ભાટીયાની પણ પસંદગી કરાય છે. ન્યુઝીલેન્ડમાં આ વર્ષે માર્ચ અને એપ્રિલ મહિનામાં ICC વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ યોજાનાર છે.21 વર્ષની યાસ્તિકાએ ગત વર્ષે ઇન્ટરનેશનલ વન - ડે , ટી 20 અને ટેસ્ટ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે છેલ્લાં કેટલાક સમયથી બરોડા ક્રિકેટ એસોસીએશનનું પ્રતિનિધિત્વ કરતી આવી છે ઉપરાંત તે બીસીએ અન્ડર -23ની કેપ્ટન પણ રહી ચુકી છે. યાસ્તિકા લેફટ હેન્ડ બેટિંગ અને સ્લો લેફટ આર્મ ઓર્થોડક્સ બોલિંગ કરે છે. તે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરે છે.
ભારતમાં ક્રિકેટને ધર્મ ગણવામાં આવે છે દરેક ભારતીય ક્રિકેટ અને ક્રિકેટરો પાછળ ઘેલો હોય છે. ન્યુઝિલેન્ડ જનારી ભારતીય ટીમમાં પસંદગી પામેલી યાસ્તિકા ભાટીયાના જીવનમાં લોકડાઉન ઘણું મહત્વનું સાબિત થયું છે. લોકડાઉનમાં જયારે લોકો પોતાના ઘરોની બહાર નીકળી શકતાં ન હતાં ત્યારે યાસ્તિકા માટે પણ નેટ પ્રેકટીસ કરવાનું મુશ્કેલ બન્યું હતું. પણ તેણે તથા તેના પરિવારે હિમંત હાર્યા વિના મકાનના પાર્કિંગ એરીયામાં જ નેટ બાંધી હતી. આ નેટમાં યાસ્તિકાએ ખુબ પ્રેકટીસ કરી હતી અને આજે તેની મહેનત રંગ લાવી છે.યાસ્તિકાએ જણાવ્યું કે, ન્યુઝીલેન્ડની વિકેટ પર બેટિંગ કરવા હું ખુબ ઉત્સાહી છું. વિરાટ કોહલી અને સ્મૃતિ મંધાના મારા રોલ મોડલ છે. યાસ્તિકાના પરિવારની વાત કરવામાં આવે તો તેના પિતા હરીશભાઇ એકઝીકયુટીવ એન્જિનિયર જયારે માતા ગરીમાબેન નિવૃત અધિકારી છે તેમજ તેની બહેન જોશીતા તબીબ છે.