વડોદરા: સમા વિસ્તારમાં કેનાલ પર લાગવાયેલ સોલાર પેનલ સાફ કરતા યુવાન ડૂબ્યો,શોધખોળ શરૂ કરાય

એક પણ સેફ્ટીના સાધન આપવામાં આવ્યા નથી.

New Update
વડોદરા: સમા વિસ્તારમાં કેનાલ પર લાગવાયેલ સોલાર પેનલ સાફ કરતા યુવાન ડૂબ્યો,શોધખોળ શરૂ કરાય

વડોદરા શહેરના છાણી સમા પાસે આવેલ ડોમિનોઝ કેનાલ પર આવેલ સોલાર પેનલ સાફ કરતા યુવક કેનાલમાં ડૂબ્યો હતો. આ યુવક 31 વર્ષનો છે અને તેનું નામ ચંદ્રેશ અગ્રવાલ છે. તે ગઈકાલે સાંજે કેનાલ ઉપરની પેનલ સાફ કરતા લથડી ગયેલી સોલાર પેનલ તૂટતા યુવાન ડૂબ્યો હોવાની વિગતો ફાયર અને પોલીસને મળી હતી.

આ યુવક ખાનગી કોન્ટ્રાક્ટર પર કામ કરતો હતો અને પરિવારજનોએ આક્ષેપો કર્યા છે કે, તે ઘણા વખતથી સોલાર પેનલ પર ક્લિનિંગ કરાવતો હતો. પરંતુ એક પણ સેફ્ટીના સાધન આપવામાં આવ્યા નથી.આ યુવક કેનાલમાં બેદરકારીના કારણે ડૂબ્યો હોવાનું પરિવારજનો આક્ષેપો કરી રહ્યા છે.

Latest Stories