Connect Gujarat
વડોદરા 

વડોદરાના યુવાનની કિકબોક્સિંગ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ માટે નેશનલ ટીમના કોચ તરીકે પસંદગી,જુઓ કેવી રીતે હાંસલ કરી સિધ્ધી

વડોદરાના યુવાનની સિધ્ધી, નેશનલ ટીમના કોચ તરીકે પસંદગી, કીક બોક્સિંગની વર્લ્ડકપ ટુર્નામેન્ટ માટે પસંદગી કરાય

X

કિકબોક્સિંગ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ માટે નેશનલ ટીમના કોચ તરીકે વડોદરાના સિદ્ધાર્થ ભાલેકરેની નિમણૂક કરવામાં આવી છે. સિદ્ધાર્થ પ્રથમ એવા ગુજરાતી છે જેમને આ જવાબદારી મળી છે.

વડોદરા- સ્પોર્ટ્સ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની વાત હોય ત્યારે ગુજરાતના લોકો સામાન્યપણે લડાયક વૃત્તિ ધરાવતી રમતોને વિકલ્પ તરીકે જોવાનું પસંદ નથી કરતા, પરંતુ વડોદરાના આ યુવકે આ ક્ષેત્રમાં નામના મેળવી છે. ઉલ્લેખનીય છે કે કિકબોક્સિંગ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ માટે નેશનલ ટીમના કોચ તરીકે વડોદરાના સિદ્ધાર્થ ભાલેકરેની નિમણૂક કરવામાં આવી છે. સિદ્ધાર્થ પહેલા એવા ગુજરાતી છે જેમની આ દરજ્જા પર નિમણૂક કરવામાં આવી છે.

28 વર્ષીય કિકબોક્સર સિદ્ધાર્થે જણાવ્યું હતું કે હું આ તકને કારણે ઘણો ઉત્સુક છું. આપણી પાસે અનેક પ્રતિભાશાળી કિકબોક્સર્સ છે, જેમનામાં વર્લ્ડ કપ જીતવાની ક્ષમતા છે. હું અમારી ટીમ જીત સુધી પહોંચે તે માટે શક્ય તમામ પ્રયત્નો કરીશ. ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે 12થી 15 મે દરમિયાન ઈસ્તાન્બુલમાં સાતમા ટર્કિશ ઓપન કિકબોક્સિંગ વર્લ્ડ કપનું આયોજન થશે, જેમાં સિદ્ધાર્થ ટીમ સાથે ભાગ લેશે.સિદ્ધાર્થે નાની ઉંમરથી જ કિકબોક્સિંગની શરુઆત કરી હતી અને આ રમતમાં વિવિધ ડિગ્રી પણ મેળવી હતી.

વર્ષ 2014માં સિદ્ધાર્થે પોતાના કોચિંગ કરિયરની શરુઆત કરી. તે સમયે તે સંત કબિર સ્કૂલમાં વિદ્યાર્થીઓને કિકબોક્સિંગ શીખવાડવા જતા હતા. ત્યારપછી તેમણે વિવિધ કેમ્પમાં પણ ખેલાડીઓને તાલીમ આપી. સિદ્ધાર્થ જણાવે છે કે, વર્લ્ડ કપમાં ઘણાં દેશો ભાગ લેવાના છે. ભારતથી નવ ખેલાડીઓ જશે, જેમાંથી એક ગુજરાતનો પણ હશે. વર્લ્ડ કપ ટીમનો ભાગ બનવું એ સન્માનની વાત છે.

Next Story