વડોદરા ગેંગરેપ મામલેNSUI રસ્તા ઉપર ઉતર્યું
ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે વિરોધ
ગૃહમંત્રીના પૂતળાનું દહન કરે તે પહેલાં અટકાયત
પૂતળું લેવા કાર્યકર્તા પાછળ પોલીસે દોડવું પડ્યું
ટીંગાટોળી સાથેNSUIના કાર્યકર્તાઓની અટકાયત
વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં બનેલી સામૂહિક દુષ્કર્મની શમરજનક ઘટનાના વિરોધમાં NSUI દ્વારા ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો.
વડોદરા શહેર નજીક આવેલા ભાયલી ગામ પાસે બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટનાના ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ સમગ્ર ઘટનાને લઇ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે વડોદરા શહેરના ડેરી ડેન સર્કલ નજીકNSUI દ્વારા“હાય રે ભાજપ... હાય હાય...” અને“આરોપીઓને ફાંસી આપો, ફાંસી આપો..”ના નારા લાગ્યા હતા.NSUI દ્વારા ભારે સૂત્રોચાર કરી ગૃહ રાજ્યમંત્રીના પૂતળાનું દહન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાંNSUIના કાર્યકર્તા ગૃહ રાજ્યમંત્રીના પૂતળાનું દહન કરે તે પહેલાં જ પોલીસે 8થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. જોકે, થોડી વાર તો રોડ પર જાણે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે રેસ લાગી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જે બાદ ટીંગાટોળી સાથેNSUI તમામ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી લીધી હતી.