Connect Gujarat
વડોદરા 

આ જોઈ તમે "મંત્રમુગ્ધ" થઈ જશો, જુઓ વડોદરાના ભાયલી ગામના પર્યાવરણ પ્રેમી બાળકોની પહેલ...

વડોદરા શહેરના ભાયલી ગામના પર્યાવરણ મિત્ર બાળકોએ ગામ તળાવનું શુદ્ધિકરણ કરી બતાવ્યુ છે. આ સાથે જ પક્ષીઓનું નિરીક્ષણ કરીને તેઓ વિવિધ પક્ષીઓને ઓળખતા પણ થયાં છે.

X

વડોદરા શહેરના ભાયલી ગામના પર્યાવરણ મિત્ર બાળકોએ ગામ તળાવનું શુદ્ધિકરણ કરી બતાવ્યુ છે. આ સાથે જ પક્ષીઓનું નિરીક્ષણ કરીને તેઓ વિવિધ પક્ષીઓને ઓળખતા પણ થયાં છે.

વડોદરા શહેરના ભાયલી ગામના વણકર વાસના પર્યાવરણ મિત્ર બાળકોએ પ્રકૃતિ પ્રેમના સંસ્કારોનું સિંચન કરતાં તેમના માર્ગદર્શક હિતાર્થ પંડ્યા સાથે જોડાઈને ભાયલી ગામના તળાવનું શુદ્ધિકરણ કર્યું છે. આ સાથે જ ગામના તળાવોને, જળ ભંડારોને સિમેન્ટના કાટમાળ તેમજ કચરો પૂરીને મારી નાંખવાના બદલે તેમને સ્વચ્છ રાખીને સાચવીએ તેવો લોકોને સંદેશ આપ્યો છે. ઉપરાંત આ બાળકો પક્ષીઓનું નિરીક્ષણ કરી વિવિધ પક્ષીઓને ઓળખતા થયાં છે. આ તળાવ એમના માટે પર્યાવરણની પાઠશાળા બની ગયું છે. જેને પગલે નવ વર્ષીય માન્યા મકવાણા કડકડાટ પક્ષીઓના અંગ્રેજી નામ સાથે ગુજરાતી નામ બોલી રહી છે. એમ તો ઘણા બાળકો પર્યાવરણ વિશે ઘણું બધું જાણે છે. પરંતુ માન્યાની બુદ્ધિ, શક્તિ ખૂબ જ તેજ છે. તે ખૂબ જ ઝડપી દરેક વસ્તુને શીખી લે છે.

પર્યાવરણવાદી અને શિક્ષક હિતાર્થ પંડ્યાએ જણાવ્યું હતું કે, માન્યા મકવાણાએ ખૂબ જ હોશિયાર દીકરી છે. અને ખૂબ જ એકાગ્રતાથી તમામ વસ્તુઓને ગ્રહણ પણ કરી લે છે. તથા એને પર્યાવરણમાં રુચિ પણ છે. જેથી કરીને એને ફક્ત પક્ષીઓના નામ જ નહીં પરંતુ એ પક્ષી વિશેની તમામ બાબતો એને આવડે છે, અને જો કોઈ પક્ષી સામે આવી જાય તો એને ઓળખી પણ બતાવે છે, જ્યારે માન્યાને બધા બાળકો ભેગા થઈને અંગ્રેજીમાં પક્ષીના નામ બોલતા અને એની પાસે ગુજરાતીમાં બોલાવતા હતા. એ વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર મૂક્યો હતો, જેને પગલે લોકોની પ્રતિક્રિયા ખૂબ જ સારી મળી હતી. માન્યા એક નાની છોકરી છે એટલા માટે લોકોને ગમે છે એવું નથી, પરંતુ એનામાં જ્ઞાનનો ભંડાર છે એ જોઈને લોકો એને પસંદ કરે છે.

Next Story