વાગરા : ચાર લોકોએ આધેડ મહિલાની લાજ લેવાનો કર્યો પ્રયાસ, વીડીયો થયો વાઇરલ

New Update
વાગરા : ચાર લોકોએ આધેડ મહિલાની લાજ લેવાનો કર્યો પ્રયાસ, વીડીયો થયો વાઇરલ

વાગરા તાલુકાના સડથલા ગામની આધેડ મહિલાની લાજ લેવાનો પ્રયાસ કરનારા ચાર લોકોને ટોળાએ મેથીપાક ચખાડયો હોવાનો વીડીયો વાઇરલ થઇ રહયો છે. બનાવ અંગે વાગરા પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ પણ નોંધાઇ છે.

વાગરાના સડથલા ગામની મહિલા કુદરતી હાજતે ગઈ હતી દરમિયાન પાછળથી ધસી આવેલા ભેંસલી ગામના ચાર ઈસમોએ મહિલા સાથે બળજબરી કરી તેની લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો.  સડથલા ગામની આધેડ મહિલાની એકલતાનો લાભ લઇ અચાનક આવી ચઢેલા ભેંસલી ગામના સુરેશ વસાવા તેમજ પ્રકાશ વસાવાએ મહિલાને પાછળથી પકડી લીધી હતી.જ્યારે ભરત વસાવા તેમજ મનહર વસાવાએ મહિલાના હાથ પકડી રાખી ધક્કો મારીને કીચડમાં નીચે પાડી દીધી હતી. મનહર વસાવાએ આધેડ મહિલાના કપડા ફાડી નાંખી તેની લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા જેમ તેમ કરીને ચારેયની ચુંગાલમાંથી છુટીને ગામમાં પહોંચી ગઇ હતી. ગામલોકએ ભેગા થઇ ચારેય લોકોને ઝડપી પાડી તેમને સારો એવો મેથીપાક ચખાડયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડીયો હાલ સોશિયલ મીડીયામાં વાઇરલ થયો છે. બનાવ સંદર્ભમાં મહિલાએ વાગરા પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Latest Stories