વલસાડ જિલ્લાના ધરમપુર ખાતેના શ્રીમદ રાજચંન્‍દ્ર આશ્રમમાં અંજનશલાકા-પ્રતિષ્‍ઠા અષ્‍ટાન્‍હિકા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધરમપુર નગરમાં રાજયના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુ દેસાઇ અને પાણી પુરવઠા અને કલ્‍પસર મંત્રી જીતુ ચૌધરીએ અને અન્‍ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ધરમપુરના ત્રણ દરવાજા ખાતેથી અંજનશલાકા-પ્રતિષ્‍ઠા અષ્‍ટાન્‍હિકા કાર્યક્રમ અંતર્ગત શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. ઢોલનગારા, હાથીઘોડા અને રથથી યાત્રા શોભાયમાન બની હતી. જેમા મુમુક્ષુઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, ધારાસભ્‍ય અરવિંદ પટેલ, ધારાસભ્‍ય ભરત પટેલ, ધરમપુર નગરપાલીકા પ્રમુખ જયોત્‍સના દેસાઈ, પૂજ્‍ય ગુરૂદેવ રાકેશભાઈ, આચાર્ય વિજય રાજહંસસૂરીશ્વરજી મહારાજ તથા મુમુક્ષુઓ, ગ્રામજનો અને શહેરીજનો ઉપસ્‍થિત રહ્યા હતા.