વલસાડ : વડોદરાથી 2 યુવકો આવ્યા હતા દમણ ફરવા, જુઓ પછી તેઓની સાથે કેવી ઘટના સર્જાઈ..!

New Update
વલસાડ : વડોદરાથી 2 યુવકો આવ્યા હતા દમણ ફરવા, જુઓ પછી તેઓની સાથે કેવી ઘટના સર્જાઈ..!

વલસાડ જિલ્લાના અતુલ નજીક એક કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતના પગલે એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, વલસાડ જિલ્લાના અતુલ નજીક નેશનલ હાઇવે નં. 48 પર સંઘપ્રદેશ દમણથી વડોદરા તરફ જઈ રહેલી કારનો અકસ્માત સર્જાયો હતો. જેમાં વડોદરાથી 2 યુવકો સંઘપ્રદેશ દમણ ખાતે ફરવા માટે આવ્યા હતા, ત્યારે દમણથી વડોદરા પરત ફરતી વેળા કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે કાર સર્વિસ રોડ પર પલટી મારી સીધી વરસાદી પાણીના નિકાલની કાસમાં ખાબકી હતી, ત્યારે અકસ્માતમાં કાર ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય એક યુવકને ગંભીર ઇજા પહોચતા 108 મારફતે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી હતી.

Latest Stories