વલસાડ : સંજાણ આઉટપોસ્ટના હેડ કોન્સટેબલ અને જીઆરડી લાંચ લેતા ઝડપાયાં

New Update
વલસાડ : સંજાણ આઉટપોસ્ટના  હેડ કોન્સટેબલ અને જીઆરડી લાંચ લેતા ઝડપાયાં

વલસાડના સંજાણ ખાતેની આઉટપોસ્ટના હેડ કોન્સટેબલ અને જીઆરડી જવાનને 15 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડયાં છે.

સંજાણમાં ભંગારનો ધંધો કરતાં એક વ્યકતિએ એસીબીના ટોલ ફ્રી નંબર ઉપર લાંચ અંગેની ફરિયાદ કરી હતી. જેમાં સંજાણ આઉટ પોસ્ટમાં નોકરી કરતા હેડ કોન્સ્ટેબલ કમલેશ તાંદલેએ આ ડ્રમ ચોરી ના હોય તેવું કહી ફરિયાદી પાસે કેસ ન કરવા માટે 40 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હોવાનું જણાવ્યું હતું. જેના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. દરમિયાન હેડ કોન્સટેબલ વતી લાંચના 15 હજાર રૂપિયા લેવા આવેલો જીઆરડીનો જવાન આબાદ ઝડપાય ગયો હતો. વલસાડ એસીબીએ કોન્સટેબલ અને જીઆરડીના જવાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories