રાજયના
મહેસુલી કર્મચારીઓ તેમની પડતર માંગણીઓ સંદર્ભમાં સોમવારના રોજ હડતાળ પર ઉતરી ગયાં
હતાં. કર્મચારીઓની હડતાળના પગલે વલસાડની કલેકટર અને મામલતદાર કચેરીમાં કર્મચારીઓ
હાજર નહિ હોવાથી અરજદારો અટવાયા પડયાં હતાં.
રાજયના
મહેસુલ વિભાગમાં ફરજ બજાવતાં કર્મચારીઓ તેમની પડતર માંગણીઓ પુરી નહિ થતાં અચોકકસ
મુદતની હડતાળ પર ઉતરી ગયાં છે. હડતાળના પગલે વલસાડની મામલતદાર અને કલેકટર કચેરીમાં
સ્ટાફ અછત દેખાઈ આવી હતી. કર્મચારીઓ અચાનક હડતાળ પર ઉતરી જતા ઓફિસો સુમસાન બની
હતી. સરકારી કામકાજ માટે આવેલાં અરજદારો કર્મચારીઓ હાજર નહિ હોવાથી મુશ્કેલીમાં
મુકાયાં હતાં અને તેમને ધકકો પડયો હતો. વૈભવ પટેલ ચુંટણી કાર્ડ કઢાવવા માટે આવ્યો
હતો પણ એક પણ કર્મચારી હાજર નથી. સરકારી કામકાજ માટે નોકરીમાં રજા પાડવાના દિવસો
આવી ગયાં છે. અન્ય અરજદાર વિજયસિંહ પરમારે જણાવ્યું હતું કે, ઉમરગામથી અમે હથિયારના લાયસન્સ માટે આવ્યાં
છે પણ અમારું કામ થયું નથી.