વલસાડ : શહેરમાં વરસ્યો અવિરત વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

New Update
વલસાડ : શહેરમાં વરસ્યો અવિરત વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

વલસાડ જિલ્લામાં સવારથી જ વરસી રહેલ અવિરત વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના કારણે લોકોના રોજગાર ધંધાને પણ અસર છે, તો બીજી તરફ જન જીવન પણ પ્રભાવિત થયું છે.

વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડતા તિથલ રોડ પર વિઝિબલિટી ઘટી ગઈ હતી. જેને લઈને વાહનચાલકોએ હેડ લાઈટ ચાલુ રાખી વાહન ચાલવવાની ફરજ પડી હતી, તો બીજી તરફ વલસાડના ભારત ડેરી વિસ્તાર તરફ પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. વલસાડ શહેરના કોલેજ કેમ્પસ રોડ પર પાણી ભરાઈ જતા લોકોના વાહનો પણ પાણીમાં ફસાયા હતા.

સમગ્ર વલસાડ તાલુકાની વાત કરીયે તો સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી વલસાડમાં 4 ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. હાલ શહેરના વિવિધ માર્ગોની સ્થિતિ ખુબ જ ખરાબ હોવાથી તમામ માર્ગ પાણીમાં ગરકાવ રહેતા રસ્તે પડેલ ખાડા ન દેખાતા વાહન ચાલકોની તકલીફ વધી છે. તેમજ ઘણા દિવસથી તડકો ન નીકળ્યો હોઈ જેને કારણે વાતાવરણ પણ ખૂબ જ મંદ પડી ગયું હોય તેવો માહોલ સર્જાયો છે.

Latest Stories