/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-181.jpg)
વલસાડ જિલ્લા ના પીઠા ગામે આવેલ પીઠા અને સારંગપુર ગામ ને જોડતો બ્રિજ વરસાદ માં ધોવાઈ જતા સ્થાનિક પ્રજાએ હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે જેને લઈને જિલ્લા પંચાયત ના કોંગ્રસ ના સભ્ય અને તમામ કોંગ્રેસ આગેવાનો સાથે બ્રિજ પર ઉપવાસ પર ઉતર્યા હતા.
રોડ રસ્તા ની ખસ્તા હાલત ને લઈને અનેક મંત્રીઓ દ્વારા સોસીયલ મીડિયા ના માધ્યમ થી રજૂઆત કરતા ની સાથે જ કામ ની શરૂઆત થઇ જતી હોય છે. પરંતુ ગુજરાત ના અન્ય વિસ્તાર માં રજૂઆત છતાંય કામ શરુ નહિ કરતા સ્થાનિક સભ્ય દ્વારા ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડે છે. જી હા વાત છે વલસાડ જિલ્લા ના પીઠા ગામ ની કે જ્યાં સારંગપુર અને પીઠા ગામ ને જોડતો લો લેવલ બ્રિજ વરસાદ માં ધોવાઈ ગયો હતો. જે અંગે જિલ્લા પંચાયત સભ્ય જયશ્રી બેન પટેલ દ્વારા અનેક વાર રજૂઆત છતાં કોઈ પણ નિરાકરણ આવ્યું ન હતું. જેને લઈને આજરોજ તેમના દ્વારા આ બ્રિજ પર ધરણા અને ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડી હતી. આ બ્રિજ 30 થી 35 જેટલા ગામો ને જોડે છે આ બ્રિજ બિસમાર બનતા સ્થાનિકો ને 10 થી 15 કિમિ નો ચકરાવો પડે છે જેને લઈને સ્થાનિકો હાલાકી નો સામનો કરી રહ્યા છે.
અનેકવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ પણ કાર્યવાહી હાથના ધરાઈ જેને લઈને આજરોજ ઉપવાસ પર તમામ કૉંગેસ ના સભ્ય અને સ્થાનિકો સાથે રહી ને બ્રિજ પર ઉપવાસ આંદોલન શરુ કર્યું હતું પરંતુ આ આંદોલન ની ની ખબર ગણતરી ની મિનિટો માં પ્રસરતા જિલ્લા પંચાયત દ્વારા એક કોન્ટ્રાકટર ને સ્થળ પર મોકલી કામ શરુ કરાવી દેવામાં આવ્યું. જયારે મીડિયા દ્વારા પ્રશ્ર્ન પૂછવામાં આવતા તેમના દ્વારા જણાવવા માં આવ્યું હતું કે કામ તો શરુ કરવાનું હતું. પરંતુ વરસાદ ના કારણે તેઓ દ્વારા આકામગીરી શરુ કરવામાં આવી ના હતી.