વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ૧૫ ગામોની પાણી સમિતિના અધ્ય.ક્ષ તેમજ સભ્યોડ સાથે ‘જલ જીવન મિશન’ કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યુંજ હતું.
પ્રેરણા પ્રવાસ અંતર્ગત મધુબન ડેમ સાઈડ તેમજ જિલ્લામાં આવેલા ઉમરગામ જૂથ પાણી પુરવઠા યોજનાના વલવાડા હેડવર્કસની મુલાકાત કરાવવામાં આવી હતી. આ ઉપરાંત ડબલ્યુ .ટી.પી.ની પ્રત્યીક્ષ મુલાકાત કરાવી પાણી શુદ્ધિકરણ અંગેની તમામ પ્રક્રિયાઓથી વાકેફ કરવામાં આવ્યાુ હતા. પ્રવાસની સમાપનમાં પ્રત્યેકક પાણી સમિતિઓને મોમેન્ટોઅ આપી સન્માાનિત કરાયા હતા. પ્રેરણા પ્રવાસ સંદર્ભે પાણી સમિતિઓના અભિપ્રાયો પણ મેળવવામાં આવ્યાા હતા. આ પ્રવાસ દરમિયાન યુનિટ મેનેજર એચ.એમ.પટેલ, જિલ્લા સંયોજક પી.એન.રાઠોડ, આઇ.ઇ.સી. કો-ઓર્ડિનેટર રાજેશ પટેલ અને વાસ્મો કોર ટીમના સહયોગ પ્રાપ્ત થયો હતો.
