અંકલેશ્વર : હાર્ટ એટેકથી સામાજિક કાર્યકરનું મોત, ચૈતર વસાવા-ગોપાલ ઇટાલીયાએ મૃતકના પરિજનોને સાંત્વના આપી

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોના હાર્ટએટેકથી મોતનાં બનાવો વધી રહ્યા છે.

New Update
અંકલેશ્વર : હાર્ટ એટેકથી સામાજિક કાર્યકરનું મોત, ચૈતર વસાવા-ગોપાલ ઇટાલીયાએ મૃતકના પરિજનોને સાંત્વના આપી

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોના હાર્ટએટેકથી મોતનાં બનાવો વધી રહ્યા છે. તેવામાં ભરૂચ જિલ્લામાં પણ હાર્ટ એટેકથી મોત થવાનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ અંબેવેલી સોસાયટીમાં રહેતા પૂર્વ શિક્ષક અને સમાજિક કાર્યકર મુકેશ ભગતનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હતું.

સમાજના આગેવાનનું હાર્ટ એટેકના કારણે મોત નિપજતા ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના આગેવાન ગોપાલ ઇટાલીયા સહિતના કાર્યકરો મૃતક મુકેશ ભગતના પરિવારના સભ્યોની મુલાકાત લઈ સાંત્વના આપી હતી.

Latest Stories