“વિરાટ સેના કાંગારું સામે પરાસ્ત” ભારત ઓસ્ટ્રેલિયા સામે 51 રને હાર્યું, ઓસ્ટ્રેલિયા 2-0 થી આગળ

New Update
“વિરાટ સેના કાંગારું સામે પરાસ્ત” ભારત ઓસ્ટ્રેલિયા સામે 51 રને હાર્યું, ઓસ્ટ્રેલિયા 2-0 થી આગળ

ઓસ્ટ્રેલિયાએ ત્રણ વનડે સીરિઝની બીજી મેચમાં સિડની ખાતે ભારતને 51 રને હરાવી શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. 390 રનનો પીછો કરતા ટીમ ઇન્ડિયા 50 ઓવરમાં 9 વિકેટે 338 રન જ કરી શકી હતી. ભારતની આ વનડેમાં સતત પાંચમી હાર છે. સીરિઝની પહેલી મેચમાં કાંગારુંએ ભારતને 66 રને હરાવ્યું હતું. તે પહેલાં ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડે ભારતનો 3-0થી વ્હાઇટવોશ કર્યો હતો.

Advertisment

publive-image

સ્મિથની સદી થકી કાંગારુંએ 390 રનનો ટાર્ગેટ આપ્યો
સ્ટીવ સ્મિથે પોતાનું શાનદાર ફોર્મ જારી રાખતા સીરિઝમાં સતત બીજી, ભારત સામે સતત ત્રીજી અને વનડે કરિયરની 11મી સદી મારી છે. તેણે 64 બોલમાં 14 ફોર અને 2 સિક્સની મદદથી 104 રન કર્યા હતા. તેણે આજે 62 બોલમાં 100 રન પૂરા. ગઈ મેચમાં પણ તેણે સદી મારવા માટે 62 બોલ જ લીધા હતા. તે હાર્દિકની બોલિંગમાં શોર્ટ-થર્ડ મેન પર શમીના હાથે કેચ આઉટ થયો હતો.

publive-image

Advertisment