-
હાલ એપ્રિલ માસના અંતમાં ઉનાળો બન્યો વધુ આકરો
-
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતા વાતાવરણ શુષ્ક
-
આકરી ગરમીના કારણે લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું
-
મતદાનના દિવસે પણ વાતાવરણ એકદમ શુષ્ક રહેશે
-
પારો 40-43 ડિગ્રી રહેવાની શક્યતા : હવામાન વિભાગ
આગામી તા. 26મી એપ્રિલે જ્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થવાનું છે, ત્યારે કુદરત પણ કસોટી કરશે. હવામાન વિભાગના મતે 26 તારીખે વાતાવરણ એકદમ શુષ્ક રહેશે અને પારો 40થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની પૂરી શક્યતા છે.
હાલ એપ્રિલ માસના અંતમાં ઉનાળો આકરો બની રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી તા. 29 એપ્રિલ સુધી સમગ્ર રાજ્યમાં ભારે ગરમીની આગાહી સાથે ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતા અને પશ્ચિમી સૂકા પવનો ફૂંકાવાના કારણે વાતાવરણ વધુ શુષ્ક બનશે, જેનાથી લોકોએ હજી વધુ શેકાવું પડશે. હવામાન વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, આગામી સમયમાં તાપમાનમાં હજુ 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આગામી તા. 26મી એપ્રિલે જ્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થવાનું છે, ત્યારે કુદરત પણ કસોટી કરશે. હવામાન વિભાગના મતે 26 તારીખે વાતાવરણ એકદમ શુષ્ક રહેશે અને પારો 40થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની પૂરી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બપોરના સમયે મુખ્ય રસ્તાઓ પર ‘કર્ફ્યૂ’ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમીના કારણે બપોરના સમયે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. એટલું જ નહીં, અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળતા ટુ-વ્હિલર ચાલકો મોઢે રૂમાલ, હેલ્મેટ અને ચશ્મા પહેરીને ‘લૂ’ થી બચવા મથામણ કરી રહ્યા છે.
