• ભરૂચ જિલ્લામાં મતદાન પ્રક્રિયા શરૂ

  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન

  • લોખંડી સુરક્ષા કવચ સાથે મતદાન

  • સવારના 7 કલાકે શરૂ થયું મતદાન

  • યુવા મતદારોમાં અનેરો ઉત્સાહ 

ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા સવારે 7 કલાકે શરૂ થઈ હતી,લોખંડી સુરક્ષા વ્યવસ્થા સાથે શરૂ થયેલા મતદાનમાં પ્રથમ વખત વોટિંગ કરતા યુવા મતદારોએ ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે રવિવારના સવારે 7 કલાકે વિવિધ મતદાન મથકો પર  લોખંડી સુરક્ષા કવચ સાથે મતદાન પ્રક્રિયા શરૂ થઇ હતી,સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થયા બાદ રાજકીય પક્ષો સહિત જનસમાજમાં ચૂંટણીને લઈને ભારે ચર્ચા અને ઉતેજના જોવા મળી રહી છે,ત્યારે ભરૂચ,અંકલેશ્વર અને હાંસોટમાં વહેલી સવારે મતદાન મથકો પર મતદારોની લાઈન જોવા મળી હતી,જેમાં ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરતા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો,અને આ યુવા મતદારોએ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.