વાગરા તાલુકાના ખોજબલ ગામની નવીનગરીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા સહિત એક ઇસમને વાગરા પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

વાગરા પોલીસે અંગત બાતમીના આધારે ખોજબલ ગામની નવીનગરીમાં દરોડા પાડી વિવિધ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલ મળી કુલ મુદ્દામાલ 15,500 રૂપિયાનો ઝડપી લઇને જયેશ ભાઈ બિપીન ભાઈ વસાવા અને અનીતા બેન હેમંતભાઈ બજરંગી રાયની ધરપકડ કરી બંને વિરૂદ્ધ પ્રોહીબીસન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.