આજથી વર્લ્ડ કપ 2023ની શરૂઆત થશે. વર્લ્ડ કપની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ 13મો વન-ડે વર્લ્ડ કપ છે. ભારતમાં આયોજિત આ ટૂર્નામેન્ટ વિવિધ શહેરોના 10 સ્ટેડિયમમાં રમાશે. આ વર્લ્ડ કપ સંબંધિત A થી Z વિગતો અહી જાણો.

આ વખતે વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડની ટીમો સામેલ છે.

આખા વર્લ્ડ કપમાં કુલ 48 મેચો રમાશે. સૌ પ્રથમ રાઉન્ડ રોબિન મેચો થશે. આ તબક્કામાં એક ટીમ અન્ય તમામ 9 ટીમો સાથે એક-એક મેચ રમશે. સૌથી વધુ પોઈન્ટ ધરાવતી ચાર ટીમ સેમિફાઈનલમાં પહોંચશે. બે સેમિફાઈનલ મેચ બાદ ફાઈનલ મેચ રમાશે.

વર્લ્ડ કપની મેચો 5 ઓક્ટોબરથી શરૂ થશે અને ફાઈનલ 19 ઓક્ટોબરે રમાશે. એટલે કે આ ટુર્નામેન્ટ કુલ 46 દિવસ સુધી ચાલશે. તમામ મેચ માટે બે સમય નક્કી કરવામાં આવ્યા છે. ડે મેચો સવારે 10.30 વાગ્યે અને ડે-નાઈટ મેચો બપોરે 2 વાગ્યે શરૂ થશે.

ભારતના 10 શહેરોમાં મેચનું આયોજન કરવામાં આવશે. જેમાં અમદાવાદ, દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, લખનઉ, પુણે, બેંગલુરુ, હૈદરાબાદ અને ધર્મશાલાનો સમાવેશ થાય છે.

વર્લ્ડ કપ 2023 મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hotstar પર જોઈ શકાય છે. તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર ટીવી પર મેચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકો છો.

સેમિફાઇનલ અને ફાઇનલ બંને મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યા છે. મેચની નિર્ધારિત તારીખ પછીના દિવસે રિઝર્વ ડે રાખવામાં આવ્યા છે.

આ વર્લ્ડ કપમાં ટીમોની સંખ્યા છેલ્લા વર્લ્ડ કપ કરતા ઘણી ઓછી રાખવામાં આવી છે. સૌથી મોટી વાત એ છે કે પહેલા બે વર્લ્ડ કપ જીતનાર વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ વખતે વર્લ્ડ કપનો ભાગ નથી. વેસ્ટ ઇન્ડિઝની ટીમ આ વખતે ક્વોલિફાય કરી શકી નથી.

આ પ્રથમ વખત છે જ્યારે ભારત એકલા જ ODI વર્લ્ડ કપની યજમાની કરશે. અગાઉ 1987, 1996 અને 2011માં ભારતે દક્ષિણ એશિયાના દેશો સાથે સંયુક્ત રીતે વર્લ્ડ કપની યજમાની કરી હતી.

ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે સેમિફાઇનલ મેચો વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ અને ઈડન ગાર્ડન્સ, કોલકાતામાં રમાશે.

આ મેચ 14 ઓક્ટોબરે બપોરે 2 વાગ્યે શરૂ થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.