મેડાગાસ્કરમાં ખેલ સમારોહ દરમિયાન મચી નાસભાગ, 12 લોકોનાં કચડાઈ જતાં મૃત્યુ, 80થી વધુ ઘાયલ

મેડાગાસ્ટરમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ખરેખર અહી આયોજિત ઈન્ડિયન ઓશિયન આઈલેન્ડ ગેમ્સ (IOIG)ના ઉદઘાટન સમારોહમાં નાસભાગ મચી ગઈ હતી

New Update
મેડાગાસ્કરમાં ખેલ સમારોહ દરમિયાન મચી નાસભાગ, 12 લોકોનાં કચડાઈ જતાં મૃત્યુ, 80થી વધુ ઘાયલ

આફ્રિકી દેશ મેડાગાસ્ટરમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ખરેખર અહી આયોજિત ઈન્ડિયન ઓશિયન આઈલેન્ડ ગેમ્સ (IOIG)ના ઉદઘાટન સમારોહમાં નાસભાગ મચી ગઈ હતી જેમાં 12 લોકો મૃત્યુ પામી ગયા હતા. સ્થાનિક પોલીસ અધિકારીઓએ કહ્યું કે દુર્ઘટનામાં 80થી વધુ લોકો ઘવાયા હતા જેમની સારવાર ચાલી રહી છે. બીજી બાજુ દેશના રાષ્ટ્રપતિએ આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરતાં પ્રજાને મૌન પાળવાનું આહ્વાન કર્યું હતું. માહિતી અનુસાર મેડાગાસ્કરના બૈરિયા સ્ટેડિયમમાં શુક્રવારે ઈન્ડિયન ઓશિયન આઈલેન્ડ ગેમ્સના ઉદઘાટન સમારોહનું આયોજન કરાયું હતું. તેમાં જ નાસભાગ મચી ગઈ હતી. વડાપ્રધાન ક્રિશ્ચિયન નત્સે પણ પીડિતોની મુલાકાત લેવા હોસ્પિટલ પહોંચ્યા હતા. માહિતી અનુસાર આ નાસભાગમાં લગભગ 80થી વધુ લોકો ઘવાયા હતા જેમાંથી 11થી વધુની હાલત ગંભીર છે એટલા માટે એવી આશંકા સેવાઈ રહી છે કે મૃત્યુઆંક વધી શકે છે. રાષ્ટ્રપતિ એન્ડી રાજોએલિનાએ મૃતકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે. રાષ્ટ્રપતિએ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. જોકે નાસભાગ કેમ મચી હતી તેનું હજુ સુધી કારણ જાણી શકાયું નથી.

Latest Stories