ઇજિપ્તમાં એક પછી એક અનેક વાહનો અથડાયા હતા. આ અકસ્માતમાં 35 લોકોનાં મોત થયા છે. જ્યારે 63 લોકો ઘાયલ થયા હતા. પ્રાથમિક માહિતી મુજબ એક કારમાંથી પેટ્રોલ લીક થવાને કારણે અનેક વાહનો અથડાયા હતા. આ પછી તેમને આગ લાગી હતી. આ અકસ્માત ઈજિપ્તની રાજધાની કૈરોથી 132 કિલોમીટર દૂર બહેરા વિસ્તારમાં થયો હતો. એક પેસેન્જર બસ પણ આ અકસ્માતનો ભોગ બની હતી. જો કે બસમાં કેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા તેની માહિતી આપવામાં આવી નથી. માર્ગ અકસ્માત પછી, પોલીસે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે તે એક મલ્ટી વ્હીકલ કોલિજન હતું જેમાં એક સાથે અનેક વાહનો અથડાયા હતા. હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. આ અંગેની માહિતી મળતા જ ઈમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
કઝાકિસ્તાનની સ્ટીલ કંપની આર્સેલર મિત્તલની કોસ્ટેન્કો વિસ્તારમાં આવેલી ખાણમાં આગ લાગી હતી. સ્થાનિક મીડિયા અનુસાર, મિથેન ગેસ લીક થવાને કારણે વિસ્ફોટ થયો હતો અને પછી આગ લાગી હતી. તે જ સમયે, કઝાકિસ્તાનમાં એક ખાણમાં આગ ફાટી નીકળી હતી. ઇમરજન્સી સિચ્યુએશન મંત્રાલયના જણાવ્યા અનુસાર અહીં 32 લોકોનાં મોત થયા છે. દુર્ઘટના સમયે ખાણમાં 252 લોકો કામ કરી રહ્યા હતા. જેમાંથી 206 લોકોને બચાવી લેવાયા છે. 14 લોકો ગુમ છે. 18 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.2 દેશોમાં બની 2 મોટી દુર્ઘટના, ઈજિપ્તમાં બસનો અકસ્માત, ક્ઝાકિસ્તાનની ખીણમાં લાગી આગ, કુલ 67 લોકોના મોત....