બ્રાઝિલના મિનસ ગેરેસ રાજ્યમાં એક બસ અને ટ્રક વચ્ચે થયેલા દર્દનાક રોડ અકસ્માતમાં ઓછામાં ઓછા 38 લોકોના મોત થયા છે.આ અકસ્માતમાં અન્ય 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેઓને ટીઓફિલો ઓતોની શહેરની નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બ્રાઝિલના મિનસ ગેરેસ રાજ્યમાં એક ભયાનક રોડ અકસ્માતમાં 38 લોકોના મોત થયા છે, જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બસનું એક ટાયર ફાટી ગયું હતું, જેના કારણે ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ ટ્રક સાથે અથડાઈ હતી.આ માહિતી ફાયર વિભાગના અધિકારીઓએ આપી હતી, જેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે બસમાં 45 મુસાફરો સવાર હતા. જે સાઓ પાઉલોથી નીકળી હતી, પરંતુ રસ્તામાં બસનું ટાયર ફાટી ગયું હતું અને પછી તે ટ્રક સાથે અથડાઈ હતી. એક કાર પણ આવી અને બસ સાથે અથડાઈ, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે તેમાં ત્રણ મુસાફરો હતા, જે બચી ગયા. આ અકસ્માત સવારે 4 વાગે થયો.