ચીનમાં કોરોનાના 3 કેસ થતાં જ 500 ફલાઇટ રદ્દ, સ્કૂલો પણ બંધ

શાંઘાઇમાં માત્ર 3 નવા કેસ આવતા 500 ફ્લાઇટ રદ કરી દેવાઈ અને સ્કૂલો પણ બંધ કરી દેવાઇ.

New Update

છેલ્લા બે વર્ષથી આખી દુનિયા કોરોનાના કહેર સામે ઝઝૂમી રહી છે. નવા વેરિયન્ટ આવી રહ્યા છે. યુરોપમાં સંક્રમણ પર કાબૂ મેળવી શકાતો નથી પરંતુ ચીનમાં સ્થિતિ નિયંત્રણમાં છે. ચીન ઝીરો કોવિડ પોલિસીનું ચુસ્તપણે પાલન કરી રહ્યું છે. અઢી કરોડથી વધુ વસ્તીવાળા શાંઘાઇમાં માત્ર 3 નવા કેસ આવતા 500 ફ્લાઇટ રદ કરી દેવાઈ અને સ્કૂલો પણ બંધ કરી દેવાઇ.

લોકડાઉન હટ્યા બાદ ઘણા દેશોએ તેની સરહદો ખુલ્લી મૂકી દીધી જ્યારે ચીને હજુ સુધી તેની સરહદો લગભગ બંધ રાખીને. ભારતીય 23 હજાર સ્ટુડન્ટ ચીન જવા રાહ જોઇ રહ્યા છે. ચીનના એરપોર્ટ પર ઉતર્યા સાથે જ પોલિસી સંબંધી કડક નિયમો લાગુ થઇ જાય છે. ટેસ્ટિંગ ઉપરાંત 21 દિવસ સુધી ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રહેવું પડે છે. તે દરમિયાન કોઇ પેસેન્જરનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેણે વધુ સમય માટે ક્વોરેન્ટાઇન થવું પડે છે. જોકે, ચીનમાં વિદેશની કોઇ પણ ફ્લાઇટ બેજિંગમાં લેન્ડ નથી થઇ શકતી. એક વર્ષથી વધુ સમયથી ચીનમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ અન્ય શહેરોમાં જ લેન્ડ થાય છે. થોડા મહિના અગાઉ વુહાનમાં ફરી કોરોનાના કેસ આવતાં આખા શહેરના નાગરિકો નો કોરોના ટેસ્ટ કરાયો. એક કેસ આવે તો પણ આખો વિસ્તાર સીલ કરી દેવાય છે. બધાનું ટેસ્ટિંગ થયા બાદ સંક્રમિતોની અલગ કરીને લોકડાઉન કરી દેવાય છે.

Latest Stories