Connect Gujarat
દુનિયા

એક્વાડોરમાં આવ્યો 6.8ની તીવ્રતાનો ભૂકંપ, 12,લોકોના થયા મોત, ઈમારતો થઈ ધરાશાયી

એક અહેવાલ મુજબ ભૂકંપથી દેશના બીજા સૌથી મોટા શહેર ગ્વાયાકીલની આસપાસનો વિસ્તાર હચમચી ગયો હતો.

એક્વાડોરમાં આવ્યો 6.8ની તીવ્રતાનો ભૂકંપ, 12,લોકોના થયા મોત, ઈમારતો થઈ ધરાશાયી
X

ઇક્વાડોરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.8 હતી. 12 લોકોના મોત થયા છે. એક અહેવાલ મુજબ ભૂકંપથી દેશના બીજા સૌથી મોટા શહેર ગ્વાયાકીલની આસપાસનો વિસ્તાર હચમચી ગયો હતો. ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. તેમજ મકાનો અને ઈમારતોને નુકસાન થયું છે.

ભૂકંપનું કેન્દ્ર ઇક્વાડોરના બીજા સૌથી મોટા શહેર ગ્વાયાક્વિલથી લગભગ 50 માઇલ (80 કિલોમીટર) દક્ષિણમાં કેન્દ્રિત હતું. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં લોકો ગ્વાયાકીલની શેરીઓ પર એકઠા થતા જોઈ શકાય છે. એક્વાડોરમાં શનિવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. યુએસ જિયોલોજિકલ સર્વેએ એક્વાડોરના દરિયાકાંઠાના ગુઆસ વિસ્તારમાં 6.7ની તીવ્રતાનો ભૂકંપ નોંધ્યો છે. સમાચાર એજન્સી એપીએ અહેવાલ આપ્યો છે કે ભૂકંપથી દેશના બીજા સૌથી મોટા શહેર ગ્વાયાકીલની આસપાસનો વિસ્તાર હચમચી ગયો હતો. ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. તેમજ મકાનો અને ઈમારતોને નુકસાન થયું છે.

Next Story