Connect Gujarat
દુનિયા

કેનેડામાંથી 700 ઈન્ડિયન સ્ટુડન્ટ્સને કાઢી મૂકાશે, ફેક ઑફર લેટરથી એડમિશનનો આરોપ

કેનેડામાં અભ્યાસ કરતા લગભગ 700 ભારતીય વિદ્યાર્થીઓને મોકલવામાં આવી શકે છે ભારત, કેનેડા સરકારના નિર્ણયના વિરોધમાં ભારતીય વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા છે.

કેનેડામાંથી 700 ઈન્ડિયન સ્ટુડન્ટ્સને કાઢી મૂકાશે, ફેક ઑફર લેટરથી એડમિશનનો આરોપ
X

કેનેડામાં અભ્યાસ કરતા લગભગ 700 ભારતીય વિદ્યાર્થીઓને મોકલવામાં આવી શકે છે ભારત, કેનેડા સરકારના નિર્ણયના વિરોધમાં ભારતીય વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા છે.

કેનેડામાં અભ્યાસ કરતા લગભગ 700 ભારતીય વિદ્યાર્થીઓને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કેનેડામાં અભ્યાસ કરતા આ 700 ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પરત મોકલવામાં આવી શકે છે. કેનેડાની સરકાર આ ભારતીય વિદ્યાર્થીઓને તેમના દેશમાં પાછા મોકલવાની તૈયારી કરી રહી છે. વાસ્તવમાં આ તમામ વિદ્યાર્થીઓ પર નકલી ઓફર લેટર્સ દ્વારા એડમિશન લેવાનો આરોપ છે.

કેનેડા સરકારના નિર્ણયના વિરોધમાં ભારતીય વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા છે. કેનેડા બોર્ડર સર્વિસ એજન્સીના હેડક્વાર્ટર સામે આ ધરણા આપવામાં આવી રહ્યા છે. ભારતીય વિદ્યાર્થીઓ માને છે કે, તેઓએ કંઈ ખોટું કર્યું નથી અને તેઓ બનાવટીનો ભોગ બન્યા છે. પંજાબના આવા જ એક વિદ્યાર્થી લવપ્રીત સિંહે કેનેડાની કોલેજમાં એડમિશન લીધું છે, તેને 13 જૂને દેશનિકાલ કરવામાં આવશે. આ તરફ પંજાબના એનઆરઆઈ બાબતોના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે કેન્દ્ર પાસે 700 ભારતીય વિદ્યાર્થીઓનો મુદ્દો ઉકેલવાની માંગ કરી છે, જેમાં મોટાભાગે પંજાબીઓ છે. આ તમામ કેનેડામાં ઈમિગ્રેશન ફ્રોડમાં પકડાયા છે અને દેશનિકાલના કેસનો સામનો કરી રહ્યા છે. ધાલીવાલે વિદેશ મંત્રી એસ જયશંકરને લખેલા પત્રમાં માંગ કરી હતી કે, વિદ્યાર્થીઓને દેશનિકાલ ન કરવો જોઈએ અને તેમના વિઝાને ધ્યાનમાં લઈને વર્ક પરમિટ આપવામાં આવે.

Next Story