/connect-gujarat/media/media_files/2025/03/16/5nB8i8vr4ayrsSy0a01y.jpeg)
ગ્રીસ નજીકના દેશ મેસેડોનિયાના કોકેની શહેરની એક નાઈટ ક્લબમાં ભયાનક આગ લાગતા 51થી વધુ લોકો જીવતા સળગી ગયા હતા,અને સેંકડો લોકો દાઝ્યા હતા. ભયાનક આગ લાગી ત્યારે નાઈટ કલબમાં 1500થી વધુ લોકો હાજર હતા.
નાઇટ ક્લબમાં લાગેલી ભીષણ આગ ટૂંક સમયમાં ક્લબની છત સુધી ફેલાઈ ગઈ હતી, જેના કારણે આગ વધુ તીવ્ર બની હતી.અહેવાલો અનુસાર, આગ લાગી ત્યારે ક્લબમાં લગભગ 1,500 લોકો હાજર હતા.
મેસેડોનિયાની મીડિયા ઇન્ફર્મેશન એજન્સીએ અહેવાલ આપ્યો છે કે 15 માર્ચે મોડી રાત્રે ક્લબમાં બેન્ડ DNA દ્વારા કોન્સર્ટ દરમિયાન ફટાકડા ફોડવામાં આવતા નાઇટ ક્લબમાં આગ લાગી હતી.
સોશિયલ મીડિયા પરના વીડિયોમાં નાઈટ ક્લબની નજીક મોટી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા, જ્યારે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચતા જોવા મળ્યા હતા.ઉલ્લેખનીય છે કે કોકાની શહેર મેસેડોનિયાની રાજધાની સ્કોપજેથી લગભગ 100 કિલોમીટર પૂર્વમાં સ્થિત છે.