UKમાં યોજાયેલ માર્શલ આર્ટ્સ વિથ બોક્સિંગની ટુર્નામેન્ટમાં અંકલેશ્વરના યુવાને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની સ્વાગત સોસાયટીમાં રહેતા અને ગટટુ વિદ્યાલયના વિદ્યાર્થી શ્રેયસ પટેલે ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં તેઓએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.

New Update
IMG-20250716-WA0088
યુ.કે.ના યોર્કશાયર સીટીમા તાજેતરમાં માર્શલ આર્ટ્સ વિથ બોક્સિંગની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વરના યુવાને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની સ્વાગત સોસાયટીમાં રહેતા અને ગટટુ વિદ્યાલયના વિદ્યાર્થી શ્રેયસ પટેલે ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં તેઓએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.ટુર્નામેન્ટમાં ભારત તરફથી માત્ર શ્રેયસ પટેલે જ ભાગ લીધો હતો.આ પૂર્વે વર્ષ 2019મા સાઉથ કોરિયામાં યોજાયેલ સ્પર્ધામાં પણ તેઓએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો જ્યારે ભારતમાં નેશનલ લેવલે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. તેઓ છેલ્લા 4 વર્ષથી યુકેમાં સ્થાયી થયા છે.સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
Latest Stories