ભારત-ચીન સંબંધોમાં સુધારો, પાંચ વર્ષ બાદ ચીનના નાગરિકોને ટૂરિસ્ટ વિઝા મળશે

ચીન સાથે સંબંધોમાં સુધારો આવ્યો પછી ભારત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા પાંચ વર્ષ પછી ચીનના નાગરિકોને ટૂરિસ્ટ વિઝા આપવાની જાહેરાત કરવામાં આવી છે.

New Update
visa

ચીન સાથે સંબંધોમાં સુધારો આવ્યો પછી ભારત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા પાંચ વર્ષ પછી ચીનના નાગરિકોને ટૂરિસ્ટ વિઝા આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ચીનમાં આવેલા ભારતના દૂતાવાસે સત્તાવાર રીતે આની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે 2020 કોરોના મહામારી પછી ચીનથી આવતા દરેક લોકોનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. કોરોના વાઇરસ ચીનની કોઈ લેબમાંથી લીક થયો હોવાની ચર્ચાઓ શરૂ થઈ હોવાથી ભારતે ચીનના નાગરિકોને વિઝા આપવાનું બંધ કરી દીધું હતું.

બીજિંગમાં આવેલી ભારતીય વિઝા સેન્ટરમાં પાસપોર્ટ પરત કરવા માટે અરજી કરતી વખતે યોગ્ય રીતે પ્રમાણિત પાસપોર્ટ ઉપાડ પત્ર ફરજિયાત રહેશે તેવું ભારતીય દૂતાવાસે સ્પષ્ટ કર્યું છે. જેના સિવાય અરજી કરવામાં આવશે તે પાસપોર્ટ રદ્દ કરી દેવામાં આવશે.

કોરોના બાદ ભારત અને ચીન વચ્ચેની મોટા ભાગની યાત્રા સ્થગિત કરી દેવામાં આવી હતી. કોરોના બાદ જ્યારે સ્થિતિમાં સુધાર આવ્યો ત્યારે વેપાર અને અભ્યાસ માટે વિઝા આપવામાં આવતા હતાં, પરંતુ હવે પ્રવાસી વિઝા આપવાની સેવા શરૂ કરી દેવામાં આવી છે.

દર વર્ષે મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ ભારતમાં આવતા હોય છે. ભારત અને ચીન વચ્ચે જ્યારે 1962માં ગલવાન ખીણમાં યુદ્ધ થયું ત્યારે બન્ને દેશો વચ્ચેના સંબંધો વધારે ખરાબ થયાં હતાં.

તે બાદ 2020માં આવેલા કોરોના વખતે પણ ભારત અને ચીનના સંબંધોમાં ટકરાર આવી હતી. 2024માં ડેપ્સાંગ અને ડેમચોક વિસ્તારોમાંથી સૈનિકો પાછા ખેંચવા માટે પણ એક કરાર થયો અને તે બાદ પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિ વચ્ચે બેઠકો પણ થઈ હતી.

World | India-China | Tourist Visa | Connect Gujarat

Latest Stories