Connect Gujarat
દુનિયા

અજીત ડોભાલ ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને મળ્યા, ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ સહિતના મુદ્દાઓ પર કરી ચર્ચા

ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આજે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી હતી.

અજીત ડોભાલ ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને મળ્યા, ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ સહિતના મુદ્દાઓ પર કરી ચર્ચા
X

ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આજે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન બેન્જામિન નેતન્યાહૂએ અજિત ડોભાલ સાથે ગાઝા પટ્ટીમાં ચાલી રહેલી લડાઈ વિશે માહિતી શેર કરી હતી. બંને દેશો તરફથી બંધકોની મુક્તિ અને માનવતાવાદી સહાય મુદ્દે પણ ચર્ચા થઈ હતી.

માહિતી પ્રમાણે ઇઝરાયેલના વડાપ્રધાનના સોશિયલ મીડિયા હેન્ડલ X દ્વારા આપવામાં આવી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા પઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આજે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી હતી.રિષદના નિર્દેશક, વડાપ્રધાનના વિદેશ નીતિ સલાહકાર અને ઈઝરાયેલમાં ભારતીય રાજદૂતે પણ ભાગ લીધો હતો.

રમઝાન મહિનામાં હમાસના વડાએ ફરી એકવાર ગાઝામાં યુદ્ધવિરામની માંગ પર ભાર મૂક્યો છે. હમાસના વડા ઈસ્માઈલ હનીયેહે રવિવારે કહ્યું કે અમે ગાઝામાં યુદ્ધવિરામ કરારને પૂર્ણ કરવા માટે ઈઝરાયેલ સાથે વાતચીત માટે તૈયાર છીએ.

તેમણે કહ્યું કે ગાઝામાં સંઘર્ષને લઈને મધ્યસ્થી ઘણી વખત નિષ્ફળ રહી છે. હું સ્પષ્ટપણે કહું છું કે ગાઝામાં યુદ્ધવિરામ માટે કોઈ સમજૂતી ન થવાની જવાબદારી ઈઝરાયેલની છે, પરંતુ તેમ છતાં અમે યુદ્ધવિરામ પર વાટાઘાટો ચાલુ રાખવા તૈયાર છીએ.

ગાઝામાં રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થયો છે અને ભૂખ્યા અને બેઘર પેલેસ્ટિનિયનોએ બોમ્બ ધડાકા અને તોપમારો વચ્ચે ઉપવાસ શરૂ કર્યા છે. પાંચ મહિનાથી ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ તે સફળ થવાની શક્યતાઓ ઘણી ઓછી છે.

ધ્વસ્ત ઈમારતો વચ્ચે ખાલી જગ્યા શોધીને ત્યાં નમાઝ અદા કરવામાં આવી રહી છે અને એકસાથે રોજા તોડવામાં આવી રહ્યા છે. ઘણી જગ્યાએ, મુશ્કેલીઓ વચ્ચે, બાળકોના નાચ-ગાનનો અવાજ સંભળાઈ રહ્યો છે અને લાઉડસ્પીકર પર અઝાન પણ સંભળાઈ રહી છે. આ લોકો માટે માત્ર પાંચ મહિનામાં બદલાયેલા સંજોગો દુઃસ્વપ્ન સમાન છે. 7 ઓક્ટોબર, 2023 ના રોજ હમાસની કાર્યવાહી બાદ ઇઝરાયેલના હુમલાએ બધું બદલી નાખ્યું છે.

Next Story