Connect Gujarat
દુનિયા

અમેરિકા : હિટ એન્ડ રનના બનાવમાં ગુજરાતી યુવકનું મોત, ચિત્તાની ઝડપે આવતી 14 જેટલી ગાડીઓ માથે ફરી વળી......

'પપ્પા અહીં બહું જ મજા આવે છે, હું અમેરિકાથી આવીશ એટલે મમ્મી, ભાઇ અને તમે આપડે બધા ફરીથી અહીં ફરવા આવીશું...

અમેરિકા : હિટ એન્ડ રનના બનાવમાં ગુજરાતી યુવકનું મોત, ચિત્તાની ઝડપે આવતી 14 જેટલી ગાડીઓ માથે ફરી વળી......
X

'પપ્પા અહીં બહું જ મજા આવે છે, હું અમેરિકાથી આવીશ એટલે મમ્મી, ભાઇ અને તમે આપડે બધા ફરીથી અહીં ફરવા આવીશું...' વીડિયો કોલમાં પિતા સાથે વાત કરતાં આ અંતિમ શબ્દો હતા પાટણના દર્શિલના.. જે પાટણથી અમેરિકા ફરવા તો ગયો પણ પરત ન આવી શક્યો. પિતા સાથે વીડિયો કોલમાં વાત કરતાં જેવો રોડ ક્રોસ કરવા ગયો ને ચિત્તાની ઝડપે આવતી એક બે નહીં 14 જેટલી ગાડીઓના ટાયર દર્શિલ પરથી નીકળી ગયા.. આટલું જ નહીં દર્શિલના મૃતદેહને પણ વતન નસીબ ન થયું. ઘટનાની વિગતે વાત કરીએ તો પાટણમાં ટી.બી ત્રણ રસ્તા પાસે આવેલી શિવકૃપા સોસાયટીમાં રહેતા અને સરસ્વતી તાલુકાના ખોડાણા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકની ફરજ બજાવતા રમેશભાઇ ઠક્કરનો નાનો પુત્ર દર્શિલ ટુરિસ્ટ વિઝા પર 9 એપ્રિલ 2023ના રોજ અમેરિકા ફરવા ગયો હતો. જે 26 સપ્ટેમ્બરના રોજ પરત ફરવાનો હતો. પરંતુ પરત ફરે તે પહેલાં જ તેને અમેરિકામાં કાળનો ભેટો થઇ ગયો છે.

Next Story