અમેરિકામાં લૂંટના ઇરાદે આવેલા હુમલાખોરે ગુજરાતી યુવકની કરી હત્યા,પોલીસે આરોપીની કરી ધરપકડ

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાનો બનાવ બન્યો હતો. મૂળ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડિંગુચા ગામના એક યુવકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

New Update
aaa

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાનો બનાવ બન્યો હતો. મૂળ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડિંગુચા ગામના એક યુવકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

ટેનેસીના લિવિસબર્ગમાં બનેલી આ ઘટનામાં મોતને ભેટેલા ગુજરાતી યુવકની ઓળખ પરેશ પટેલ ઉ.વ.30 તરીકે થઈ હતી. તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પરેશ પટેલ એક સ્ટોરમાં કામ કરતો હતો,ત્યારે લૂંટના ઈરાદે આવેલા હુમલાખોરે આડેધડ ફાયરિંગ કરતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો. હાલ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે પરેશ છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં રહેતો હતો અને ત્યાં જ નોકરી કરતો હતો. ઘટનાની જાણ થતાં સમગ્ર પંથકમાં સોંપો પડી ગયો હતો. પરિવારજનો પણ આઘાતમાં સરી ગયા હતા.

ઘટના દરમિયાન, એક વ્યક્તિ ગ્રાહકના રૂપમાં સ્ટોરમાં આવ્યો હતો. તેણે પહેલા કેટલીક ખરીદી કરી અને ત્યારબાદ પરેશ પટેલ પર ફાયરિંગ કરી દીધું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

મૃતક પરેશ પટેલ પાંચ વર્ષની દીકરી અને પત્ની સાથે રહેતો હતો. આકસ્મિક મોતથી તેના ફેમિલીએ એક માત્ર સહારો ગુમાવ્યો હતો. ટેનેસીની પોલીસે પ્રિન્સ પટેલની હત્યા કરવાના ગુનામાં એકની ધરપકડ કરી હતી.