Connect Gujarat
દુનિયા

ઈંગ્લિશ ચેનલમાં વધુ એક બોટ પલટી જતાં 6નાં મોત, બોટ પર 65 લોકો હતા સવાર, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ...

ઈંગ્લિશ ચેનલમાં એક બોટ પલટી જતાં છ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હોવાના ચોંકાવનારા અહેવાલ આવ્યા છે.

ઈંગ્લિશ ચેનલમાં વધુ એક બોટ પલટી જતાં 6નાં મોત, બોટ પર 65 લોકો હતા સવાર, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ...
X

ઈંગ્લિશ ચેનલમાં એક બોટ પલટી જતાં છ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હોવાના ચોંકાવનારા અહેવાલ આવ્યા છે. બે લોકો હજુ પણ ગુમ છે. દુર્ઘટનામાં જીવતા બચી ગયેલા લોકોના જણાવ્યા અનુસાર આ બોટમાં 65 પ્રવાસીઓ સવાર હતા. બ્રિટનના ગૃહ સચિવ બ્રેવરમેન અને ફ્રાન્સના વડાપ્રધાન બોર્નેએ પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. મોટાભાગના લોકોને શોધી લેવાયા છે. જોકે હજુ બે લોકોની શોધખોળ ચાલી રહી છે. મેયર ફ્રેન્ક ડેર્સિને એક્સ પર ટ્વિટ કરીને અકસ્માતની જાણકારી આપી હતી. તેમણે ટ્વિટ કર્યું કે કલાઈસ/વિસેન્ટ કિનારે વધુ એક બોટ પલટી. આ અકસ્માતમાં અનેક પ્રવાસીઓ ડૂબી ગયા. ઈંગ્લિશ ચેનલમાં રોજેરોજ થતા અકસ્માતોને કારણે મેયરે ટ્વિટ કરીને કહ્યું કે એક દિવસ આપણે ચેનલ અને ભૂમધ્ય સમુદ્રમાં મૃત્યુના આંકડા રેકોર્ડ કરવાનું બંધ કરવું પડશે. મેયરે એક ફોટો પણ શેર કર્યો જેમાં રેસ્ક્યુ ટીમ લોકોને બચાવતી જોવા મળી રહી છે. અહેવાલ અનુસાર આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે બે મુસાફરો હજુ પણ ઘાયલ છે. અકસ્માતનો ભોગ બનેલા લોકોએ જણાવ્યું કે બોટમાં કુલ 65 થી 66 લોકો સવાર હતા. સ્થાનિક ફ્રેન્ચ અધિકારીઓનું કહેવું છે કે બ્રિટિશ અધિકારીઓ દ્વારા 20 થી વધુ લોકોને ડોવર લઈ જવામાં આવ્યા છે.

Next Story