ઓસ્ટ્રેલિયા : ન્યૂ સાઉથ વેલ્સની હંટર વેલીમાં 40 લોકોને લઈ જતી બસ પલટી મારતા 10 લોકોનાં મોત, 11 ઘાયલ

ઑસ્ટ્રેલિયાનાં ન્યૂ સાઉથ વેલ્સ NSWનાં હંટર વેલીમાં વાઈન કાઉંટી ડ્રાઈવ પર એક બસ પલટી જવાનો ગંભીર બનાવ બન્યો છે.

ભરૂચ : હાંસોટના કંટીયાજાળ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાતા મચી દોડધામ, એક મહિલા ઈજાગ્રસ્ત...
New Update

ઑસ્ટ્રેલિયાનાં ન્યૂ સાઉથ વેલ્સ NSWનાં હંટર વેલીમાં વાઈન કાઉંટી ડ્રાઈવ પર એક બસ પલટી જવાનો ગંભીર બનાવ બન્યો છે. આ અકસ્માતમાં અત્યારસુધી 10 લોકોનું મોત નોંધાયું છે જ્યારે 11 લોકો ગંભીરરીતે ઘાયલ થયાં છે. ઘાયલોને હેલિકોપ્ટર અને બાય-રોડ નજીકનાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યું છે. મળેલ માહિતી અનુસાર આ બસમાં 40 લોકો સવાર હતાં. આ દુર્ઘટનામાં 18 યાત્રીઓનો બચાવ કરવામાં આવ્યો છે. બસ ચાલક અને એક 58 વર્ષીય વ્યક્તિની તબયિત ગંભીર છે. તેઓ હાલમાં હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત રાત્રે 11.30 પછી થયો હતો. હાલમાં એવું માનવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત ધુમ્મસને લીધે થયો હતો. જો કે અમે આસપાસનાં એરિયાને કવર કરી દીધું છે. હાલમાં આ વિસ્તારમાં અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઑસ્ટ્રેલિયાની મીડિયા અનુસાર આ બસમાં આશરે 40 લોકો સવાર હતાં જે વેંડિન એસ્ટેટ વાઈનરીમાં એક લગ્ન પ્રસંગમાં શામેલ થયાં હતાં. આ તમામ લોકો કાર્યક્રમમાં શામેલ થયાં બાદ પાછા આવી રહ્યાં હતાં ત્યારે આ દુર્ઘટના બની છે.

#Connect Gujarat #BeyondJustNews #World #bus #Australia #overturns #10 dead #New South Wales #Hunter Valley #40 Passengers
Here are a few more articles:
Read the Next Article