New Update
-
ભરૂચમાં કરવામાં આવી ઉજવણી
-
સિંધી સમાજ દ્વારા ચેટીચંદના પર્વની ઉજવણી
-
ઝૂલેલાલ મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટયું
-
ભાગલા સમયથી પ્રગટે છે અખંડ જ્યોત
-
જળ અને જ્યોતિનું પૂજન કરવામાં આવ્યું
ભરૂચનાં ઐતિહાસિક ભાગાકોટનાં ઓવારે આવેલા ઝૂલેલાલ ભગવાનનું મંદિર અને વરુણદેવના મંદીરે જિલ્લા અને રાજયભરમાં વસતા સિંધી સમાજ માટે તીર્થ સ્થાન ગણાય છે.હિંદુસ્તાનનાં ભાગલા વખતે સીંધ (પાકિસ્તાન) થી લવાયેલી અખંડ જયોત આજે 78 વર્ષથી અહીં પ્રજવલિત છે. ચેટીચંદ નિમિતે દિવસ ભર ભજન-ર્કિતન અને શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઝૂલેલાલ પંથના 26માં ગાદીપતિ ઠકુર સાઈ મનિષલાલ સાહેબ દ્વારા જળ અને જ્યોતની પૂજા, મેળો, ભંડારો યોજાયો હતો.ભારતનાં ભાગલા વખતે હાલમાં પાકિસ્તાનમાં રહેલા સીંધથી 24માં વંશજ પૂજય ઠકુર આસનલાલ સાહેબ વર્ષ 1947 માં અખંડ જયોત લઇ ભરૂચના ભાગકોટ ખાતે આવ્યા હતા.જ્યાં તેમણે જયોત સ્વરૂપની સ્થાપના કરી હતી.
Latest Stories