રશિયાએ વહેલી સવારે યુક્રેનની રાજધાની કિવ પર હવાઈ હુમલા શરૂ કર્યા હતા.અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટોથી કિવ અને તેનો વિસ્તાર લગભગ બે કલાક સુધી હચમચી ગયો હતો અને શહેરના કેટલાક મધ્ય જિલ્લાઓ પર ડ્રોનનો કાટમાળ પડ્યો હતો. હુમલાનું પ્રમાણ તાત્કાલિક જાણી શકાયું નથી. ન્યૂઝ એજન્સી રોઇટર્સ અનુસાર, કિવમાં ઓછામાં ઓછા પાંચ વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા અને યુક્રેનિયન મીડિયા ફૂટેજમાં ઘણી કારને નુકસાન થયું હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.
કિવના મેયર વિતાલી ક્લિટ્સ્કોએ જણાવ્યું હતું કે ઐતિહાસિક પોડિલ પડોશમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો અને શહેરના પાર્ક નજીક આગ ફાટી નીકળી હતી.
ક્લિટ્સ્કો અને શહેરના સૈન્ય વહીવટીતંત્રે જણાવ્યું હતું કે ડ્રોનનો કાટમાળ ડાર્નિત્સ્કી, સોલોમિયાંસ્કી, શેવચેન્કીવસ્કી, સ્વિયાટોશિન્સકી અને પોડિલ જિલ્લાઓ પર પડ્યો હતો. શેવચેન્કીવ્સ્કી જિલ્લામાં, ડ્રોનના કાટમાળના કારણે એક એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી, જેને ઝડપથી કાબૂમાં લેવામાં આવી હતી.