Connect Gujarat
દુનિયા

અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા યથાવત, 6.3ની તીવ્રતાએ ફરી એક વાર ધરા ધ્રુજી, અત્યાર સુધીમાં 4000 લોકોના મોત.....

ઉત્તર-પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 મપાઈ હતી.

અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા યથાવત, 6.3ની તીવ્રતાએ ફરી એક વાર ધરા ધ્રુજી, અત્યાર સુધીમાં 4000 લોકોના મોત.....
X

ઉત્તર-પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 મપાઈ હતી. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયો સાયન્સિઝે જણાવ્યું કે અફઘાનિસ્તાનના ઉત્તર પશ્ચિમ ભાગમાં ભૂકંપના ભારે આંચ્કા આવ્યા હતા. માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિ.મી. ઊંડે હોવાનું જણાવાઈ રહ્યું છે. જોકે અત્યાર સુધી જાનહાનિનો કોઈ આંકડો જાહેર કરાયો નથી. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ભારે ભૂકંપના એક પછી એક 6 આંચકાને પગલે અફઘાનિસ્તાનમાં 4000થી વધુ લોકો મૃત્યુ પામી ગયા હતા. અફઘાનિસ્તાનનાં માહિતી અને સાંસ્કૃતિક મંત્રાલયના પ્રવકતા અબ્દુલ વાહીદ શયાને જણાવ્યું હતું કે, સૌથી પહેલા હેરાત વિભાગમાં ભૂકંપ થયો હોવાની માહિતી બહાર આવી તે પછી લગભગ તુર્ત જ જાણવા મળ્યું કે એ વિસ્તારનાં આશરે 6 ગામો તો તદ્દન તારાજ થઈ ગયા હતા. હજી પણ સેંકડો લોકો મલબા નીચે દબાયેલા હોવાની આશંકા પણ વ્યક્ત કરી હતી. આ સાથે પ્રવકતાએ લોકોને પણ સહાય માટે કામે લાગવા વિનંતિ કરી હતી.

Next Story