એક દિવસ પહેલા આવેલા ભીષણ ભૂકંપ બાદ નેપાળમાં ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા 3.6 આંકવામાં આવી હતી. જોકે, નેપાળમાં આવેલા આ ભૂકંપની અસર ભારતમાં અનુભવાયી નહોતી. અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં પણ મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આપેલી માહિતી પ્રમાણે અફઘાનિસ્તાનમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેપાળમાં શુક્રવારે મોડી રાત્રે 6.4 તીવ્રતાનો વિનાશકારી ભૂકંપ આવ્યો હતો જેમાં 157 લોકોના મોત થઈ ગયા છે અને સંખ્યાબંધ લોકો ઘાયલ થયા છે. શોધ અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. નેપાળના જાજરકોટ જિલ્લામાં શુક્રવારે આવેલા ભૂકંપના કારણે જાનમાલનું મોટું નુકસાન થયું છે. ગત મહિને પણ નેપાળમાં ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
નેપાળ અને અફઘાનિસ્તાનમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા, 36 કલાકમાં બીજી વખત આવ્યો ભૂકંપ....
એક દિવસ પહેલા આવેલા ભીષણ ભૂકંપ બાદ નેપાળમાં ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે.
New Update
Latest Stories