New Update
/connect-gujarat/media/post_banners/32231affcd87ac45643081d3c983a2ff390604a3519f870a3481f738d84d7554.webp)
અમેરિકાના કેલિફોર્નિયામાં એક કાર્યક્રમમાં અંધાધૂંધ ગોળીબાર થયાના અહેવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે ચીની નવા વર્ષને ધ્યાનમાં રાખીને આયોજિત એક કાર્યક્રમમાં ગોળીબારની આ ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. લગભગ 16 લોકોને ગોળી વાગી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં બની હતી. શનિવારે રાત્રે બનેલી ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને હવાલો સંભાળ્યો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.