પાકિસ્તાનના હિન્દૂઓને દિવાળી નિમિત્તે ભેટ, પંજાબ પ્રાંતની સરકાર હિન્દૂ પરિવારો આપશે 10-10 હજાર

પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે હિંદુઓના સૌથી મોટા અને ધાર્મિક તહેવાર દિવાળીને ધ્યાનમાં રાખીને મહત્ત્વનો નિર્ણય કર્યો છે.હિન્દુ પરિવારને 10 હજાર રૂપિયાની સહાય

New Update
pak

પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે હિંદુઓના સૌથી મોટા અને ધાર્મિક તહેવાર દિવાળીને ધ્યાનમાં રાખીને મહત્ત્વનો નિર્ણય કર્યો છે. તે પ્રમાણે દરેક હિન્દુ પરિવારને 10 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ ગુરુ નાનક જયંતી નિમિત્તે શીખ પરિવારોને પણ 10 હજાર રૂપિયા સુધીની સહાય આપવાનો નિર્ણય લેવાયો છે.

ગુરુ નાનક જયંતીને લઈને ભારત સહિતના દેશોમાંથી આવતા શીખ શ્રદ્ધાળુઓ માટે પણ વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવાયો છે. પંજાબ સરકારના પ્રવકત્તાએ બુધવારે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી મરિયમ નવાઝે હિન્દુ તથા શીખ પરિવારોે તહેવાર નિમિત્તે ખાસ ફેસ્ટિવલ કાર્ડ ઇસ્યુ કરવાનો આદેશ આપ્યો છે.ગુરુ નાનક જયંતીના તહેવાર દરમિયાન ભારતમાંથી 3 હજાર શીખ શ્રદ્ધાળુઓ પાકિસ્તાન આવશે. જ્યારે વિદેશમાંથી અંદાજે 1 હજાર શ્રદ્ધાળુ આવશે એવી અપેક્ષા છે. જેને લઈને ટ્રાન્સપોર્ટેશન તથા સલામતીની વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે.પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા નાનકાના સાહેબ ખાત ગુરુ નાનક જયંતીની મુખ્ય ઉજવણી થશે. પંજાબના પરથમ શીખ પ્રધાન રમેસિંહ અરોડાએ જણાવ્યું હતું કે પ્રકાશ પર્વનો 15 નવેમ્બરથી પ્રારંભ થશે. દરેક શ્રદ્ધાળુને રોકાણની ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવશે.

Latest Stories