અમેરિકાના ફ્લોરિડામાં ડૉલરની જગ્યાએ સોના-ચાંદીના સિક્કા દ્વારા પણ ચૂકવણી કરી શકાશે

દુનિયા બિટકોઈન જેવી ક્રિપ્ટો કરન્સીને લીગલ ટેન્ડર બનાવવાની મથામણમાં છે ત્યારે અમેરિકાનાં ફલોરિડા સ્ટેટે અર્થશાસ્ત્રની ઘડિયાળના કાંટા ઊંધા ફેરવ્યા

New Update
coines

એકબાજુ સમગ્ર વિશ્વમાં બિટકોઈન કે તેના જેવી અન્ય ક્રિપ્ટો કરન્સીને લીગલ ટેન્ડર બનાવી  શકાય કે નહીં તેવી  મથામણ ચાલી રહી છે ત્યારે અમેરિકાના ફલોરિડા રાજ્યએ અર્થશાસ્ત્રની ઘડિયાળના કાંટા ઉંધા ફેરવી સોના અને ચાંદીમાં પણ રોજિંદા પેમેન્ટ થઈ શકે તેવા કાયદાને મંજૂરી આપી છે.

ફલોરિડાના ગવર્નર રોન ડિસેન્ટિસે  સીબી/એચબી 999 તરીકે ઓળખાતા કાયદાને મંજૂરી આપી છે. ફલોરિડાના રહેવાસીઓ હવે ડોલરની ગરજ વિના સોના કે ચાંદીના સિક્કા દ્વારા રોજિંદા વ્યવહારો નિપટાવી શકશે. તેને પગલે હવે  એપોપ્કા ખાતે મીડિયાને સંબોધન કરતાં ડિસેન્ટિસે કહ્યું હતું કે આ કાયદાને કારણે હવેથી મની સર્વિસિંગ કંપનીઓ સોના-ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં પેમેન્ટ પ્રોસેસ કરી શકશે અને સ્વીકારી શકશે.

ડિસેન્ટિસે કહ્યું હતું કે ફલોરિડા અમેરિકાનું સૌથી પહેલું એવું મોટું રાજ્ય છે જેણે આ બાબતે પહેલ કરી છે. તેમણે કહ્યું હતું કે યુનાઈટેડ સ્ટેટ્સના બંધારણ અનુસાર કોઈ રાજ્યને આવો  નિર્ણય કરવાનો સંપૂર્ણ અધિકાર છે. આ કાયદા થકી મની સર્વિસિસ કંપનીઓ નિશ્ચિત કરાયેલા માપદંડો પ્રમાણેની શુદ્ધતા ધરાવતાં હોય તેવા સોના-ચાંદીના સિક્કાને પેમેન્ટની જેમ સ્વીકારી શકશે. તેને સેલ્સ ટેક્સમાંથી મુક્તિ પણ મળશે. 

ડિસેન્ટિસના મતે આ કાયદાથી લોકોને ડોલરનો વિકલ્પ મળશે. તેમના મતે ફેડરલ શાસન મતલબ કે હાલની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારની નાણાં નીતિઓ તથા ફૂગાવા જેવાં પરિબળોને કારણે ડોલર નબળો પડી શકે છે. આ નીતિથી ફલોરિડાના રહેવાસીઓને ડોલ નાં ઘસારાના જોખમો સામે રક્ષણ મળશે. તેમણે જણાવ્યું હતું કે કરન્સીની  બાબતમાં ફેડરલના એકાધિકાર સામે આવું પગલું લેવા માટે એક સ્ટેટને અમેરિકી બંધારણ અનુસાર પૂરેપૂરો અધિકાર છે. 

 

Latest Stories