ન્યૂયોર્કમાં વિવિધ સ્કૂલ સાથે જોડાયેલા 71 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. સ્કૂલના બાળકો રસ્તા પર રમી શકે એ માટે આ નિર્ણય લેવાયો છે.
કોરોના દરમિયાન પરિવહન વિભાગે ઓપન સ્ટ્રીટ ફોર સ્કૂલ નામનો પ્રોગ્રામ શરૂ કર્યો હતો.આ પ્રોગ્રામ હેઠળ સ્કૂલ આસપાસના રસ્તાઓ બંધ કરાયા હતા. જેથી બાળકો સુરક્ષિત રીતે અવરજવર કરી શકે અને રમી શકે.
હાલમાં આ જ પ્રોગ્રામ અંતર્ગત નવો કાયદો બનાવવામાં આવ્યો છે. આ રસ્તા પર માત્ર જે-તે વિસ્તારના રહેવાસીઓને જ વાહન લઈને નીકળવાની છૂટ આપવામાં આવી છે.સ્કૂલ ત્રણ રીતે ઓપન સ્ટ્રીટ પ્રોગ્રામ લાગુ કરશે. અમુક સ્કૂલ સવારે અને બપોરના સમયે જ્યારે વિદ્યાર્થીઓની અવરજવર હોય ત્યારે અડધા કલાક માટે રસ્તો બંધ કરે છે.