અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત-ચીન ઘર્ષણ, પ્રથમ વખત અમેરિકાની આવી પ્રતિક્રિયા...

ભારત અને ચીન વચ્ચે ફરી તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. અરુણાચલ પ્રદેશ તવાંગ વિસ્તારમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરીની કોશિશ કરી હતી

New Update
અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત-ચીન ઘર્ષણ, પ્રથમ વખત અમેરિકાની આવી પ્રતિક્રિયા...

ભારત અને ચીન વચ્ચે ફરી તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. અરુણાચલ પ્રદેશ તવાંગ વિસ્તારમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરીની કોશિશ કરી હતી. ભારતીય સૈનિકોએ ચીનની ચાલાકીને ધોબીપછાડ આપીને ચીની સૈનિકોને ખદેડી મૂક્યા હતા. પરંતુ હજુ પણ સ્થિતિ ચિંતાજનક કહી શકાય. આ સમગ્ર વિવાદ પર હવે અમેરિકા પહેલીવાર પ્રતિક્રિયા આપી છે.

એવું કહેવાયું છે કે, બાઈડેન પ્રશાસન એ વાતથી ખુશ છે કે, ભારત અને ચીનના સૈનિકો જલદી ડિશ એન્ગેજ થઈ ગયા. વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કારાઈન જીન પિયર કહ્યું કે, સ્થિતિ પર અમેરિકાની બાજ નજર છે અને બન્ને પક્ષોએ વિવાદિત સરહદો પર ચર્ચા માટે હાલની દ્વિપક્ષીય ચેનલનો ઉપયોગ કરવો જોઈએ. તો બીજી તરફ, પેન્ટાગન પ્રેસ સચિવ પેટ રાઈડર કહ્યું કે, અમે જોયું છે કે, પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઈના (પીઆરસી) એલએસી સાથે સાથે સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર નું નિર્માણ ચાલુ રાખ્યું છે. અમારી સ્થિતિ પર નજર છે. અમેરિકાએ કહ્યું કે, અમે અમારા ભાગીદારોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અમારી પ્રતિબદ્ધતા પર અડગ છીએ. અમે સ્થિતિ નિયંત્રિત કરવાના ભારતના પ્રયત્નોનું પૂરેપૂરું સમર્થન કરીએ છીએ. અત્રે જણાવવાનું કે, અરુણાચલ પ્રદેશ તવાંગ સેક્ટરમાં શુક્રવારે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝડપ થઈ હતી. જેમાં બન્ને પક્ષના જવાનો ઘાયલ થયા હતા. ભારતીય સૈનિકોએ ચીનના તમામ નાપાક મનસૂબાને જડબાતોડ જવાબ આપ્યો હતો.

Latest Stories