New Update
ભારતીય ઉત્સવનો વિદેશમાં દબદબો
વિદેશમાં છવાયો ઉત્સવમય માહોલ
તિમોર લેસ્તેમાં ગણેશજીનું સ્થાપન
ગણેશ ચતુર્થીના પાવન પ્રસંગની ઉજવણી
ઇન્ડિયન એમ્બેસેડર પરિવાર સાથે રહ્યા ઉપસ્થિત
ભારતીય સમુદાય દ્વારા આપણા સાંસ્કૃતિક વારસાની જ્યોત વિશ્વભરમાં પ્રગટાવી છે.અને ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થીના પાવન પ્રસંગે તિમોર લેસ્તેમાં શાસ્ત્રોક્ત વિધિથી વિઘ્નહર્તા દેવનું સ્થાપન કરીને પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.
ભારત ઉત્સવ અને સાંસ્કૃતિક વારસાથી વિશ્વભરમાં જાણીતો દેશ છે,અને ભારતીય સમુદાય વિશ્વની જે પણ ભૂમિ પર વસ્યો છે,ત્યાં પણ પોતાના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખીને ઉત્સવની ધર્મભીની ઉજવણી કરે છે.અને આવો જ ધર્મભીનો માહોલ તિમોર લેસ્તેમાં જોવા મળ્યો હતો.તિમોર લેસ્તેમાં ભારતીય સમુદાય દ્વારા ભાદરવા સુદ ચોથ ગણેશ ચતુર્થીના પાવન અવસર નિમિત્તે ગણેશજીનું શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપન કરવામાં આવ્યું હતું.
આ પાવન પ્રસંગે ભારતીય સમુદાય સાથે તિમોર લેસ્તેમાં ઇન્ડિયન એમ્બેસેડર મદનકુમાર ઘીલ્ડિયાલ પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત થાઈલેન્ડ,નેપાળના પણ અગ્રણીઓ સહિત તિમોર લેસ્તેના ભારતીય ઉદ્યોગપતિઓ,શિક્ષકો,વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને વિઘ્નહર્તા દેવના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો.
Latest Stories