New Update
/connect-gujarat/media/media_files/2024/12/11/0TSRV1N8f4hdSpW3fhVx.jpg)
મ્યાનમારના વિદ્રોહી જૂથ અરાકાન આર્મીએ બાંગ્લાદેશને અડીને આવેલા શહેર માઉંગદાવ પર કબજો કરવાનો દાવો કર્યો છે. માઉંગદાવ એ અરાકાન રાજ્યનો ઉત્તરીય વિસ્તાર છે. તે બાંગ્લાદેશના કોક્સ બજાર વિસ્તારને અડીને છે અને 271 કિલોમીટર લાંબી સરહદ વહેંચે છે.
ન્યૂઝ એજન્સી એપી અનુસાર, અરાકાન આર્મીના પ્રવક્તા ખાઈંગ થુખાએ સોમવારે કહ્યું કે તેઓએ માઉંગદાવમાં છેલ્લી બાકી રહેલી સૈન્ય ચોકી પણ કબજે કરી લીધી છે. આ દરમિયાન તેમણે ત્યાંથી ભાગી રહેલા આર્મી જનરલ થુરિન તુનને પકડી લીધો હતો. મ્યાનમારની સૈન્ય સરકારે આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી.માઉંગદાવ મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર મંડલયથી લગભગ 400 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં છે. જૂનથી આ વિસ્તાર અરાકાન આર્મીના નિશાના પર છે. અરાકાન આર્મીએ આ વર્ષની શરૂઆતમાં બાંગ્લાદેશની સરહદ નજીક આવેલા બે નગરો પાલેટવા અને બુથિદાંગ પર કબજો કર્યો હતો.
Latest Stories