/connect-gujarat/media/post_banners/e0f5ac6b2d9dc8c98f00a49cdd71a5ea842174e81b344d556245d48f15098447.jpg)
નવસારી જિલ્લામાં 5 વર્ષ પહેલાંની મરોલી રેલ્વે ઓવર બ્રિજની માંગ સંતોષાતા લોકોએ રાહતના શ્વાસ લીધા છે, ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે બ્રિજ સહિત રૂપિયા 50 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
હાલના સમયમાં પૈસા કરતા લોકોના માટે સમય વધુ કિંમતી માનવામાં આવે છે. જેથી સમય બચાવવામાં વ્યસ્ત નવસારીના શહેરીજનો માટે સરકારે વર્ષો જૂની ભેટ આજે પુરી પાડી છે. નવસારી જિલ્લામાં આજરોજ વિકાસના કામોને લઈ ખૂબ મહત્વનો દિવસ કહેવાય તો ખોટું નથી. જિલ્લાના બીલીમોરા ઓવર બ્રિજના લોકાર્પણ બાદ હવે મરોલી ખાતે વધુ એક રેલ્વે ઓવરબ્રિજનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત થકી જિલ્લાને લાભ થાય તેવા કાર્યો પણ પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં કરાયા હતા. સુરત-સચિન-નવસારી રસ્તાને મજબૂતીકરણ તેમજ લિંક રોડ ધોળાપીપળા-આમરી-કસ્બા રોડને પહોળો તથા મજબૂતીકરણ જેવા કામો હાથ ધરવામાં આવ્યા છે. જોકે, આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેદાને આવી પ્રજાલક્ષી વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે.
/connect-gujarat/media/media_files/2025/07/24/bns-2025-07-24-22-27-21.jpg)