અમેરિકામાં ન્યુયોર્કની એક નાઈટ કલબમાં અંધાધૂંધ ગોળીબાર, 11 લોકોને વાગી ગોળી

અમેરિકામાં ન્યુયોર્કની એક નાઈટ કલબમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. આ ઘટનામાં લગભગ 11 લોકોને ગોળી વાગી હોવાના અહેવાલ છે.

New Update
a
Advertisment

અમેરિકામાં ન્યુયોર્કની એક નાઈટ કલબમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. આ ઘટનામાં લગભગ 11 લોકોને ગોળી વાગી હોવાના અહેવાલ છે.

Advertisment

જાણવા મળ્યા મુજબ  ન્યુયોર્કના ક્વિન્સ વિસ્તારમાં આવેલી અમેઝર નાઈટ કલબમાં આ ઘટના બની હતી. જ્યાં હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કરી દેતાં લગભગ 13 લોકોને ગોળી વાગી હતી.

ઘટનાની જાણકારી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે અમે અમેઝર ઈવેન્ટ હોલમાં ફાયરિંગ થયાની જાણકારી મળી હતી. આ હુમલામાં ત્રણ અન્ય લોકો ઘાયલ હોવાની જાણકારી છે જેમની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.જ્યારે આ હુમલામાં 11 લોકોને ગોળી વાગી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. હાલમાં પોલીસે ઘટના સ્થળ ઘેરીને વધુ તપાસ હાથ ધરી છે. હુમલામાં બે લોકો સામેલ હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે. હજી સુધી કોઈ હુમલાખોર હાથમાં આવ્યો નથી.

Latest Stories