Connect Gujarat
દુનિયા

પાકિસ્તાન : બલૂચિસ્તાનમાં રાજકીય પક્ષની ઓફિસની બહાર બ્લાસ્ટ, 25ના મોત..!

પાકિસ્તાનમાં ચૂંટણીના એક દિવસ પહેલા બલૂચિસ્તાનમાં બ્લાસ્ટ થયો હતો.

પાકિસ્તાન : બલૂચિસ્તાનમાં રાજકીય પક્ષની ઓફિસની બહાર બ્લાસ્ટ, 25ના મોત..!
X

પાકિસ્તાનમાં ચૂંટણીના એક દિવસ પહેલા બલૂચિસ્તાનમાં બ્લાસ્ટ થયો હતો. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, બલૂચિસ્તાનમાં એક રાજકીય પક્ષની ઓફિસની બહાર વિસ્ફોટ થયો છે. જેમાં 25 લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક રાજકીય પક્ષની ઓફિસની બહાર બે વિસ્ફોટ થયા હતા. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે 25 લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. ડેપ્યુટી કમિશનર જુમ્મા દાદ ખાને જણાવ્યું કે, બલૂચિસ્તાનના પિશિન જિલ્લાના નોકંદી વિસ્તારમાં સ્થિત ઉમેદવારની ઓફિસમાં વિસ્ફોટ થયો હતો.

Next Story